સાંભરે છે
કૈં કેટ-કેટલુંય કર્યું તુજ પ્રેમ પામવા એ મન ની મિત્રાણી
ના જોઈ શકી કે સમજી શકી ના પ્રેમ કરી તું જાણી
મુજ આંખો બંધ કરું કે ના બીડું મારી પાંપણ
ચિત્ર તારું નજર સમક્ષ 'ને સમસ્ત મારું તુજ અર્પણ
રખે ચુકી જવાય તને જતાવવાનું રોજ ઉભરાતો મારો પ્રેમ
લેખે લાગશે જે 'દિ સાંભળીશ 'કેમ કરે તું આટલો પ્રેમ?'
પાંદડું રંગ છોડી દે છે, લીલાશ નથી એનું જીવન
તારી લીલાશ મન ને મલકાવે એવું છે તારું સ્ત્રી ધન