Tuesday, April 20, 2021

ચાલ માણસ આપણી ઔકાત જાણી લઈએ

 ચાલ માણસ આપણી ઔકાત જાણી લઈએ.

કપરી પરિસ્થિતિ માં બીજા ને દોષ આપવાની આપણી વૃત્તિ જાણી લઈએ.


ભાઈ, પપ્પા, દોસ્તાર અને કાકા કહી ને બોલાવનાર એ લોકો 

એક જ ક્ષણમાં આજે તને 'બોડી' કહી ને બોલાવે છે.


જિંદગીભર મોંઘીદાટ ગાડી માં બધાને ફેરવનાર તું,

ઘરવાળા એક શબવાહિની મળવાની રાહ જુવે છે.  


જે લોકોની મદદે તું હમેશા આગળ રહી ને દોડ્યો,

તને આખરી વિદાય આપવા શ્મશાન આવતા પણ ગભરાય છે.


આખી જીંદગી શુદ્ધ ઘી ખાવાની ખેવના રાખનાર તું 

સળગતા પહેલા સસ્તા ઘી ના લપેડા માં સંતાય જાય છે.


ચાણોદ પ્રત્યેની તારી આસ્થા તો બહુ હતી

આજે ત્યાં કોઈ તારી અસ્થી લઇ જતા ગભરાય છે.  


સેલ્ફીનાં તારા શોખે ઈન્સ્ટાગ્રામ પર હજારો ફોલોવર્સ અપાવ્યા 

પણ ગેસ ચેમ્બર માં જતા પહેલા પીપીઈ કીટ માં તારું મોઢું સંતાય છે.


મને શું થઇ જવાનું કહી ને બીજાના માસ્ક ની મજાક ઉડાવનાર તું 

તારી બોડી ને માસ્ક પહેરેલા ચાર માણસ ઉચકીને લઇ જાય છે.


ચાલ માણસ આપણી ઔકાત જાણી લઈએ.

કપરી પરિસ્થિતિ માં બીજા ને દોષ આપવાની આપણી વૃત્તિ જાણી લઈએ.


- ભૌતિક શેઠ (સુરત)