જયારે પાંદડે થી પાણી નું ટીપું પડ્યું,
મારા હોંઠો ને અડકી ને સરી ગયું,
પડ્યું એ તારા ગુલાબી હોંઠો પર ને,
ધીરે થી ગળા નીચે સરકી ગયું,
હતો એ દિવસ 'ને ઘડી આજની,
સરનામું મને તારું મળી ગયું,
આંગળીઓ તારી ભેરવાઈ મારી આંગળીઓ માં,
ને ચાલવાનો રસ્તો મને જડી ગયો,
રંગ લાગ્યો તારા સેંથા પર લાલ,
ને મને તારો સંગાથ મળી ગયો,
ચાલીશું સાથે જીવન ક્ષિતિજ સુધી સખી,
જાગતી આંખે સ્વપ્નો જોવાનો પર્યાય હવે મળી ગયો.
1 comment:
Speechless
Post a Comment